દેશ-વિદેશ
News of Sunday, 21st April 2019

અફઘાનિસ્‍તાનના કાબુલમાં ૩૦ મિનિટ સુધી થતો રહ્યો બ્‍લાસ્‍ટ બાદ ગોળીબાર આઇએસઆઇ-તાલીબાને જવાબદારી સ્‍વીકારી

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે જોરદાર ધમાકો થયો છે. અફઘાન અધિકારીઓ મુજબ ધમાકો સેન્ટ્રલ કાબુલમાં થયો છે. આંતરિક મંત્રાલયના પ્રવક્તા નસરત રાહિમીએ જણાવ્યું કે બ્લાસ્ટ બાદ આતંકવાદીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે ટેલીકોમ્યુનિકેશન મંત્રાલય બહાર ગોળીબાર ચાલુ છે. રાહિમીએ જો કે હજુ સુધી કોઈના મૃત્યુના અહેવાલની જાણકારી આપી નથી. અફઘાનિસ્તાનના પૂર્વી ભાગમાં તાલિબાન અને આઈએસઆઈએસ બંને તેજીથી સક્રિય છે.

આઈએસઆઈએસ અને તાલિબાન તરફથી કાબુલમાં પૂર્વમાં થયેલ ધમાકાની જવાબદારી લીધી છે. રહિમીએ જણાવ્યું કે, લગભગ 11.40 મિનિટ પર કોમ્યુનિકેશન મિનિસ્ટ્રીએ લગભગ એક ધમાકાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ અહીં ગોળીબારનો પણ અવાજ સંભળાયો હતો. ધમાકા બાદ 30 મિનિટ સુધી ફાયરિંગનો અવાજ સંભળાયો. સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. આ વિસ્તાર શહેરનો સૌથી વ્યસ્ત એરિયા છે. ધમાકાવાળી જગ્યા ગ્રીન ઝોનથી લગભગ 2 કિમી દૂર છે.

ધમાકો ભારી સુરક્ષાથી સજ્જ સેરેના હોટલની નજીક થયો છે. સેરેના હોટલ વિદેશી પ્રવાસીઓની પસંદીત જગ્યા છે. આ કાબુલનો સૌથી મહત્વપૂર્ણ કોમર્શિયલ ભાગ છે. કાબુલ પાછલા કેટલાક મહિનાથી શાંત હતું અને આ બ્લાસ્ટે તે શાંતિને ખતમ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે હુમલો એ સમયે થયો જ્યારે અમેરિકા અને તાલિબાનના અધિકારીઓ વચ્ચે વાર્તાલાપ સંપૂર્ણપણે વિફળ થઈ ગયો છે. અમેરિકાએ તાલિબાન સાથે વાર્તાની રજૂઆત અફઘાનિસ્તાનમાં 17 વર્ષથી ચાલી રહેલ યુદ્ધને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે કરી હતી.

(12:20 pm IST)