દેશ-વિદેશ
News of Saturday, 21st April 2018

પિતા દિકરા કરતા દિકરીઓનું વધુ ધ્યાન રાખે છે!

પિતા દિકરા કરતા દિકરીઓનું વધુ ધ્યાન રાખે છે. દિકરીના રડવાનો અવાજ તેના કાને પડતા તે હેરાન-પરેશાન થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ એક નવી શોધમાં જણાવ્યું છે. નિષ્ણાંતોએ ૫૨ પરીવારો સાથે વાતચીત કરી આ તારણ કાઢ્યું છે કે પિતા પોતાની પુત્રી પ્રતિ વધારે ભાવુક હોય છે.

પ્રમુખ શોધકર્તા અમેરીકાના એમોરી વિશ્વ વિદ્યાલયના ડૉ.જેનિકર મસ્કરોએ જણાવ્યું કે, બાળકના રડવા પર દિકરીના પિતા સૌથી પહેલા ધ્યાન આપે છે. પિતા પોતાની દિકરીઓ વિશે વાત કરતી વખતે સૌથી વધુ ભાવુક હોય છે અને એકલુ મહેસુસ કરે છે.

જો કે પિતાનો આવો વ્યવહાર વધવાથી  પુત્ર માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો પિતા પોતાના પુત્ર સાથે સારો વ્યવહાર નહીં કરે અને તેની સાથેનું જોડાણ મહેસુસ નહીં કરે તો પુત્ર તેનાથી દૂર થઈ શકે છે. નિષ્ણાંતોએ પિતાના ત્રણ વ્યવહાર ઉદાસ, ખુશ અને દુઃખને ફોટોમાં કેદ કર્યા છે. નિષ્ણાંતોએ જોયું કે મોટા ભાગના પિતા પોતાના પુત્ર પ્રત્યે ઉદાસ જોવા મળ્યા.  (૨૪.૨)

(2:56 pm IST)