દેશ-વિદેશ
News of Saturday, 21st April 2018

ભારતના એક ભોજનાલયને એશિયાના સર્વશ્રેષ્ઠ રેસ્ટોરન્ટનો પુરસ્કાર

થાઈલેન્ડના  એક લોકમપ્રિય ભારતીય ભોજનના રેસ્ટોરન્ટે સતત ચોથા વર્ષે એશિયાના સર્વશ્રેષ્ઠ રેસ્ટોરન્ટનો પુરસ્કાર જીતી ઈતિહાસ રચ્યો. બેંકોકના ગાગન આનંદ દ્વારા સંચાલિત ગાગન રેસ્ટોરન્ટે ચીનના મકાઉ શહેરના વિન્ન પેલેસેજ ગ્રેન્ડ થિએટરમાં આયોજીત એક કાર્યક્રમમાં વર્ષે એશિયાના ૫૦ બ્રેસ્ટ રેસ્ટોરન્ટનો વાર્ષિક પુરસ્કાર જીત્યો.

એશિયાના રેસ્ટોરન્ટ ઉદ્યોગના ૩૦૦ લોકોના મતના આધારે ૫૦ રેસ્ટોરન્ટની પસંદગી કરવામાં આવી. કોલકત્તામાં જન્મેલ આનંદે પુસ્કાર સ્વિકાર કરતા જણાવ્યું કે, અમે પરીવાર બની ચૂકયા છીએ અને ૫૦ સર્વશ્રેષ્ઠના ૬ વર્ષ દરમિયાન આ સૌથી સારી વસ્તુ બની. એપ્પલના પૂર્વ સીઈઓ સ્ટીવ જોબ્સ પાસેથી પ્રેરણા લેનાર આનંદે જણાવ્યું કે, શેફનું કામ એકેય ભોજન સાથે જોડાયેલ નથી, પરંતુ, એ તેના પર નિર્ભર કરે છે કે ૧૫૦ વર્ગ મીટરના ક્ષેત્રમાં તમે કેવી નવરચના કરો છો. ગાગને જાપાનના રેસ્ટોરન્ટ દેનને પછાડી શીર્ષ પુરસ્કાર પોતાના નામે કર્યો.

(2:56 pm IST)