દેશ-વિદેશ
News of Saturday, 21st March 2020

કોરોના વાયરસના પ્રસારને ધીમો પાડવા ગુગલ કરશે મદદ

નવી દિલ્હી: સોશિયલ ડિસ્ટેન્સીંગની અસરકારકતા નક્કી કરવા સહિત ગૂગલ કોરોના વાયરસનો પ્રસાર ધીમો પાડવા સ્થાનિક માહિતીનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસી રહી છે.જો કે ક્નઝયુમર પ્રાઇવસીના પ્રખર હિમાયતી અમેરિકી સેન્ટર એડ માર્શીએ કોરોના વાયરસનું પગેરું દાબવા મોટી ટેક કંપનીઓ સાથે સહકાર સાધવા સરકારના પ્રયાસો સામે ચેતવણી આપી છે.

              સૂત્રોનાં જણાવ્યા મુજબ સરકારે સ્માર્ટફોન લોકેશન ડેટાનો ઉપયોગ રિસર્ચ ટૂલ તરીકે કરવાની શક્યતા બાબતે એમેઝોન, એપલ, ફેસબુક, આલ્ફાબેટની ગૂગલ, આઈવીએમ અને અન્ય ટેક કંપનીઓ સાથે ચર્ચા વિચારણા કરી છે.

(6:38 pm IST)