દેશ-વિદેશ
News of Saturday, 21st March 2020

લંડનની હીલિંગટન હોસ્પિટલમાં 39 વર્ષની મહિલાએ આપવીતી રજૂ કરતો વિડીયો શેર કરતા લોકોના હોશ ઉડી ગયા

નવી દિલ્હી: લંડનની હેલિંગટન હોસ્પિટલમાં 39 વર્ષની એક મહિલા કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહી છે. ત્યારે તેને એક વીડિયો શેર કરી કોરોના વાયરસથી કેટલી તકલીફનો સામનો કરવો પડે છે તેની આપવીતિ રજૂ કરતો વીડિયો શેર કર્યો છે. પીડિતા મહિલાએ વીડિયોમાં કહ્યું કે- ફેફસાં અને છાતીમાં કાચના ટૂકડાં ખૂંચી રહ્યા હોય તેવું લાગે છે. શ્વાસ લેવો યુદ્ધ લડવા જેવુ છે. ખૂબ ડરાવી દે તેવો અનુભવ છે. હું ફરી વખત સ્થિતિનો સામનો કરી શકુ એમ નથી.

               હોસ્પિટલના આઈસીયુમાંથી મહિલાએ એક વીડિયો બનાવીને શેર કર્યો છે. જેમાં તેણે વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કર્યો છેમહિલાએ ડેલીમેલમાં જણાવ્યું છે કે, મારા ફેફસાં અને છાતીમાં કાચ ખૂંચી રહ્યા હોય તેવુ લાગે છે. મારા માટે જણાવવું મુશ્કેલ છે કે, હું શ્વાસ લેવા માટે કેટલું લડી રહી છું. પાંચ દિવસ પહેલાં મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લાવવામાં આવી છે.

(6:37 pm IST)