દેશ-વિદેશ
News of Thursday, 21st March 2019

મસ્જિદ હુમલા પછી ન્યુઝીલેન્ડએ અસોલ્ટ, સેમી-ઓટોમેટિક રાઇફલો પર પ્રતિબંધ લગાવ્યો

ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્નએ ક્રાઇસ્ટ ચર્ચમાં મસ્જિદો પર થયેલ આતંકી હુમલાના એક સપ્તાહ પછી ગુરુવારના દેશભરમા અસોલ્ટ રાઇફલો, અને સેમી ઓટોમેટિક બંદુકોના વેચાણ પર તુરંત થી પ્રતિબંધની જાહેરાત કરી છે. અર્ડર્નએ કહ્યું  આતંકી હુમલામાં ઉપયોગી પ્રત્યેક સેમી ઓટોમેટીક હથિયાર પર પ્રતિબંધ લાગશે.  એમણે પ્રતિબંધિત હથિયારોના માટે બાયબેક  યોજનાની પણ જાહેરાત કરી.

(12:07 am IST)