દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

પાકિસ્તાનમાં જીપ ખાડીમાં ખાબકતા 9 લોકો મોતના મોમાં ધકેલાયા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં નિયંત્રણ રેખા (એલઓસી)નજીક જેલમ વિસ્તારમાં જીપ ખાડામાં પડવાના કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય લોકોને ઇજા પહોંચી છે જીપમાં 15 યાત્રી ખિલાના ઘાટીથી મુજફ્ફરાબાદ જઈ રહ્યા જે દરમિયાન સર્જાયેલ અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.વધુમાં જાણવા મળી રહ્યું છે કે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(8:49 pm IST)