દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

નાઇજીરિયામાં આતંકવાદીઓએ 110 યુવતીઓને મુક્ત કરી

નવી દિલ્હી: નાઈજિરીયાના દાપચી શહેરમાં  ગયા મહિને આતંકવાદી સંગઠન બોકો હરામે જે 110 યુવતીઓનું અપહરણ કર્યું હતું તેમાંથી વધારેમાં વધારે યુવતીઓને આજે ઘરે પરત મોકલી દેવામાં આવી છે પરંતુ એક હજુ પણ યુવતી આતંકવાદીઓના કબ્જામાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે.એક ખુફિયા એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદી આજે સવારે ટ્રકમાં છોકરીઓને લઈને જઈ રહ્યા હતા અને રસ્તામાં છોડીને ચાલ્યા ગયા પરંતુ પૈકી હજુ એક છોકરી તેની ઝપડમાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(8:47 pm IST)