દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

ફિલિપીનમાં બસ નદીમાં ખાબકતા 19ના મોત: 17 ઘાયલ

નવી દિલ્હી: ફિલિપીનની રાજધાની દક્ષિણમાં એક બસ નદીમાં પડવાના કારણે ઓછામાં ઓછા 19 લોકોના મોત નિપજ્યા છે પોલીસ અધિકરીઓએ તપાસ દરમિયાન જણવ્યું છે કે ટેક્નિકી કોઈ ખામીના કારણે ચાલકે બસ પર કાબુ ગુમાવી બેસતા ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(8:46 pm IST)