દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

કાબુલમાં શિયા દરગાહ પાસે આત્મઘાતી વિસ્ફોટમાં 26ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાનીમાં બુધવારના રોજ સમયે અફડાતફડી મચી ગઈ જયારે શિયા દરગાહની પાસે એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી ઘટનામાં 26 લોકોના મોત નિપજ્યા છે જયારે 18થી પણ વધુ લોકોને ઇજા પહોંચી છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જયારે પારસી નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હુમલાખોરો પોતાની જાતને ઉડાવી દઈએં 26 લોકોના પણ જીવ લીધા  છે તેમજ અન્ય 18થી પણ વધુ લોકોને ઇજા પહોંચાડી છે.

(8:46 pm IST)