દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

પ્લેનમાં ઇન્ફેકશનથી બચવું હોય તો વિન્ડો-સીટમાં બેસો

લંડન, તા.૨૧ : પ્લેનમાં મુસાફરી કરનારા લોકોને શરદી અને ફલુનું ઇન્ફેકશન થવાના ચાન્સ વધારે રહેતા હોય છે.જોકે અમેરિકા અને બ્રિટનમાં રિસર્ચરોએ કરેલા સ્ટડીમાં કેટલીક રોચક વાતો બહાર આવી છે. રિસર્ચરો જાતે જ પ્લેનમાં મુસાફરી કરતા હતા અને એના આધારે તેમણે કહ્યું છે કે પ્લેનમાં મુસાફરી વખતે જો ફલુના ઇન્ફેકશનથી બચવું હોય તો તમારે વિન્ડો-સીટમાં પ્રવાસ કરવો જોઇએ અને એના પરથી ઊભા જ થવું જોઈએ નહીં. જો તમારી આસપાસ કોઇ શરદી કે કફનો દરદી દેખાય તો તાત્કાલિક સીટ બદલી નાખો.ફલુનો એક દરદી પ્લેનમાં ૧૫૦ જણને ચેપ લગાડી શકે એમ છે.

(4:19 pm IST)