દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

કોલસેનટરની નોકરીઓ પર અમેરિકન સંસદની નજર

ન્યુ્યોર્ક, તા.૨૧ : અમેરિકન કંપનીઓ ભારતમાં કોલસંન્ટરો સ્થાપીને અમેરિકાના યુવાનોને નોકરીથી વંચિત રાખે છે. તેથી અમેરિકન સંસદમાં એવું બિલ મૂકવામાં આવ્યું છે કે વિદેશમાં બેસેલા કોલસેન્ટરના કર્મચારીએ તેનું લોકેશન જણાવવાનું રહેશે અને કસ્ટનરને એ અધિકાર રહેશે કે તે અમેરિકામાં બેસેલા કર્મચારી સાથે વાત કરવા કોલને ટ્રન્સફર કરાવી શકશે. ઓહાયો  રાજયના સેનેટર શરોડ બ્રાઉને આ બિલ રજૂ કર્યુ છે.આ બિલમાં  જણાવવામાં આવ્યું છે. કે જે અમેરિકન કંપનીઓ વિદેશમાં કોલસેન્ટરો ધરાવે છે એમણે યાદી આપવી પડશે. જો કોઇ અમેરિકન કસ્ટમરને વિદેશ માં કોલસેન્ટરના કર્મચારી સાથે વાત ન કરવી હોય તો એ કર્મચારીએ અમેરિકામાં કંપનીના કર્મચારી સાથે વાત કરવા કોલ ટ્રાન્સફર કરી આપવો પડશે.   

(4:06 pm IST)