ઓએમજી..... ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે આ રશિયન સોલ્જરે 16 વોર ટેન્કરથી દિલ બનાવ્યું
નવી દિલ્હી: રશિયન સોલ્જરે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે અપનાવેલી અનોખી સ્ટાઈલનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે. રશિયાની ડિફેન્સ મીનીસ્ટ્રીએ ગયા શુક્રવારે વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે બિહાર પાડેલા વીડિયોમાં મેરેજ માટે પ્રપોઝ કરતી વેળા કપલની ફરતે 16 ટેન્ક્સને હાર્ટ શેપમાં ગોઠવી હતી. લેફટનન્ટ ડેનિસ ક્ધઝાન્ત્સેવે મોસ્કોની બહારનાં અલાબિનો ટ્રેઇનીંગ ગ્રાઉન્ડમાં લાંબા વખતની ગર્લફ્રેન્ડ એલેકઝાન્ડ્રા કોપીતોવાને પ્રપોઝ કર્યું ત્યારે ટી-7283 ટેન્ક્સ આસપાસ હાર્ટ શેપમાં ગોઠવાયેલી હતી. લેફ. કમાન્ડર ડેનિસ ક્ધઝાનસેવ તેમની પ્રેમિકા એલેકઝાન્ડ્રાનિે મેદાનની મધ્યમાં દોરી ગયા અને ઘૂંટણીએ પડીને લાલ ગુલાબ આપતાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. રોમેન્ટીક પ્રસંગ આસપાસ ગોઠવાયેલી ટેન્ક્સ સામાન્ય રીતે મોસ્કોના રેડ સ્કવેરમાં યોજાતી એન્યુઅલ વિકટરી પરેડમાં સામેલ થતી હોય છે.