દેશ-વિદેશ
News of Thursday, 21st January 2021

ન્યુયોર્કમાં હેલીકોપટર ક્રેશ થતા નેશનલ ગાર્ડન 3 જવાનોના મોત

નવી દિલ્હી:અમેરિકાના પશ્ચિમી ન્યુયોર્કમાં બુધવારના રોજ નિયમિત પ્રશિક્ષણ ઉડાન ભર્યા બાદ એક હેલીકૉપટર ક્રેશ થઇ જવાના કારણોસર નેશનલ ગાર્ડન ત્રણ જવાનોના મોત નિપજ્યા હોવાની માહિતી એક અધિકારી દ્વારા મળી રહી છે.

      ન્યુયોર્કના સ્ટેટ ડીવીજન ઓફ મિલિટ્રી એન્ડ નવલ અફેયર્સના લોક કાર્ય મામલાના નિર્દેશક એરિક ડરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  યુએચ-60હેલીકૉપટર ન્યુયોર્કમાં મેડોનમાં સાંજના સમયે લગભગ 6 વાગ્યાની આસપાસ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

(5:36 pm IST)