દેશ-વિદેશ
News of Tuesday, 21st January 2020

ઓએમજી.......દારૂની લત છોડાવવા માટે આ વૈજ્ઞાનિકે કર્યું આવું કામ: કરાવી બ્રેઈન સર્જરી

નવી દિલ્હી: વિશ્વના ખતરનાક રોગચાળાઓ પૈકીના એચઆઈવીથી માંડીને ઈબોલા સામેની લડાઈમાં માઇક્રોબાયૉલૉજિસ્ટ ફ્રૅન્ક પ્લમર હંમેશાં મોખરે રહ્યા છે, પણ તેમની ઝળહળતી કારકિર્દીને આલ્કૉહૉલ એટલે કે દારૂના વ્યસનનું ગ્રહણ લાગ્યું હતું. હવે તેઓ, દારૂનું વ્યસન છોડવામાં બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સ મદદરૂપ થાય કે નહીં વિશેના પ્રાયોગિક પરીક્ષણનો હિસ્સો બન્યા છે.

              ફ્રૅન્ક પ્લમરે 1980ના દાયકામાં નાઇરોબીમાં સંશોધક તરીકેની કારકિર્દીના આરંભે રીલેક્સ થવા, સ્ટ્રેસનો સામનો કરવા અને કામ સંબંધી નિરાશા તથા વ્યથા ખંખેરવા માટે સ્કૉચ પીવાનું શરૂ કર્યું હતું. એચઆઈવીએ આફ્રિકાને ભરડો લેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ અને તેમના સાથીઓ કામ પ્રત્યે પારાવાર સંવેદના અનુભવવા લાગ્યા હતા. વિશ્વમાં લગભગ બે લાખ ડીબીએસ સર્જરી કરવામાં આવી છે, જે પૈકીની ઘણી મજ્જાતંત્ર સંબંધી બીમારી માટે કરવામાં આવી હતી.

(6:19 pm IST)