દેશ-વિદેશ
News of Tuesday, 21st January 2020

ભારત અને થાઈલેંડ પછી ચીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી

નવી દિલ્હી: ભારતની વાત પર ચીને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકને પોતાના દેશમાં પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. સોમવારના રોજ એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફર્મ કમિશને રવિવારના રોજ માટે એક નવી પોલિસી બહાર પાડી છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલિસી ચીનમાં આવતા પાંચ વર્ષ સુધીમાં લાગુ કરી દેવામાં આવશે ચીનના બધા શહેરોમાં 2020 સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે પરંતુ નવા વ્યાપારીને 2025 સુધી તેની છૂટ આપવામાં આવશે

(6:18 pm IST)