દેશ-વિદેશ
News of Tuesday, 21st January 2020

મકાનમાં આગ ભભૂકતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: વિયતનામના દક્ષિણી શહેર હો ચી મિન્હમાં મંગળવારના રોજ એક મકાનમાં આગ ભભૂકતા એક પરિવારના પાંચ લોકો મોતને ભેટ્યા છે. વિયતનામની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સ્થાનિક સમયાનુસાર ચાર વાગ્યાની આસપાસ મિન્હ શહેરના જિલ્લા 9માં એક મકાનમાં આગ ભભૂકી હતી આગની ઝપેટમાં એક પરિવારના પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે જેમાં 70,44 અને 30 વર્ષની મહિલા તેમજ  40 અને 37 વર્ષના બે પુરુષોનો સમાવેશ થઇ રહ્યો છે.

(6:13 pm IST)