દેશ-વિદેશ
News of Wednesday, 7th April 2021

અમેરિકી વાયુસેનાએ અદ્દશ્ય હથિયાર તરીકે ઓળખાતા ડચ-58 ડ્રોન મિસાઈલનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: અમેરિકી વાયુસેનાના અદ્દશ્ય હથિયાર તરીકે ઓળખાતા ડચ-58 અ ટફહસુશિય એ પ્રથમવાર પોતાના ઈન્ટરનલ વેપન બે થી ડ્રોન મિસાઈલને ફાયર કરી હતી. દુનિયામાં આવું પહેલીવાર બન્યું છે, જયારે કોઈ સ્ટીલ્થ ટેકનીકવાળા ડ્રોને પોતાની અંદર બનેલા હથિયારોના ગોદામમાંથી ઘાતક ડ્રોન મિસાઈલનો વાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એકસકયુ-58એ વાલ્મીરીની છઠ્ઠી ટેસ્ટ ફલાઈટ હતી. યુએસ એરફોર્સે આ ઘટનાની તસ્વીરો પણ જાહેર કરી છે. વાલ્મીરીએ જે ડ્રોનનો વાર કર્યો છેતે ALTIUS-600 છે, જે કદમાં નાનું હોવા છતાં 440 કિલોમીટરની દૂરી સુધીના ક્ષેત્રમાં 4 કલાક સુધી ગુપ્ત જાણકારી એકત્ર કરી શકે છે. આ સ્ટીલ્થ ડ્રોન દેખાવમાં અમેરિકાના એફ-35 અને એફ-22 જેવું છે, અને ભવિષ્યના યુદ્ધોમાં તેનો ઉપયોગ થાય તેવું માનવામાં આવે છે. સ્ટીલ્થ ટેકનીકથી તે સજજ હોવાથી દુશ્મનોના રડાર પણ આ ડ્રોનને પકડી નથી શકતા.

(6:13 pm IST)