દેશ-વિદેશ
News of Tuesday, 30th June 2020

રશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તંગદીલી છતાં રશિયાએ ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. રશિયા ચીનની અપીલને સ્વીકારશે નહીં. તે ભારત સાથે ચાલી રહેલા સંરક્ષણ સોદાને જલદીથી પુરા કરશે.

              બંને દેશો વચ્ચેની સંમતી ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની તાજેતરની રશિયા મુલાકાત પર બની હતી, અને રશિયા નક્કી કરેલી સમયમર્યાદામાં AK-203 એસોલ્ટ રાઇફલ, કા -226 ટી લાઇટ યુટિલિટી ચોપર અને મિસાઇલ સિસ્ટમ S-400 ની ડિલિવરી ભારતને આપવા તૈયાર છે.

(6:29 pm IST)