News of Monday, 29th June 2020
પાકિસ્તાનના કરાંચીમાં હુમલો કરનાર બંદૂકધારીઓને ઠાર મારવામાં આવ્યા
નવી દિલ્હી: પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાચીમાં આવેલા સ્ટૉક એક્સચેન્જની બિલ્ડિંગ પર બંદુકધારીઓએ કરેલા હુમલામાં શરૂઆતની માહિતી મુજબ ચાર હુમલાખોરો સહિત 8 લોકો માર્યા ગયા છે.
ઉલ્લેખનીય છે કે કરાચી સ્ટૉક એક્સચેન્જ ચંદ્રાગર રોડ પર આવેલું છે અને આ વિસ્તારમાં જ બૅન્ક ઑફ પાકિસ્તાન, પોલીસ હૅડક્વાર્ટર, મીડિયા હાઉસ વગેરે આવેલા છે. સિંધ રૅન્જરની ઑફિસ પણ આ વિસ્તારમાં જ છે. આ એક્સચેન્જની દરરોજ હજારો લોકો મુલાકાત લે છે.
(6:48 pm IST)