દેશ-વિદેશ
News of Friday, 22nd May 2020

અમેરિકામાં દેખાવા લાગી મહામંદી:3.9 કરોડ લોકોને નોકરી ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: અમેરિકન સરકારે ગુરુવારે કહ્યું કે છેલ્લા બે મહિનામાં કોરોના વાયરસ સંકટને કારણે લગભગ 3.9 કરોડ લોકોની છટણી કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે 24 લાખથી વધુ લોકોએ બેકારી લાભ માટે અરજી કરી હતી. તે જણાવે છે કે તાજેતરના દિવસોમાં કોરોના વાયરસ રોગચાળા અને તેના નિવારણ માટે ચાલુ 'લોકડાઉન'ને કારણે કેટલા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. દેશવ્યાપી લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પૂર્ણ ઠપ થઈ ગઈ છે. શ્રમ વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં 3.86 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આ ઉપરાંત નવા ફેડરલ પ્રોગ્રામ અંતર્ગત 2.2 મિલિયન લોકોએ સહાય માંગી છે. આ કાર્યક્રમ સ્વરોજગાર, ઠેકેદારો અને અસ્થાયી કર્મચારીઓ માટે છે જે હવે પ્રથમ વખત બેકારી લાભ માટે પાત્ર છે.

            ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર મે અથવા જૂનમાં 20 થી 25 ટકા સુધી વધી શકે છે. 1930 ના દાયકાના મહા મંદીપછી બેરોજગારીનું આ સ્તર જોવા મળ્યું નથી. એપ્રિલમાં બેરોજગારીનો દર 14.7 ટકા હતો. કોંગ્રેસનન બજેટ ઓફિસના જણાવ્યા અનુસાર, એપ્રિલ-જૂનમાં અર્થતંત્રમાં 38 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

(6:29 pm IST)