દેશ-વિદેશ
News of Wednesday, 25th March 2020

ટોકિયો ઓલમ્પિકને કોરોનના કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી: કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દહેશત મુજબ જ આખરે ટોકિયો ઓલમ્પિકને સત્તાવારરીતે ૨૦૨૧ સુધી મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વના દેશોને પોતાના સકંજામાં લીધા છે ત્યારે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટિએ આ મુજબની જાહેરાત કરી હતી. નિર્ધારિત કાર્યક્રમના ભાગરુપે ટોકિયો ઓલમ્પિકનું આયોજન ૨૪મી જુલાઈથી ૯મી ઓગસ્ટ વચ્ચે થનાર હતું પરંતુ આઈઓસીના પ્રમુખ થોમસ બાક અને જાપાની વડાપ્રધાન શિન્જા આબે વચ્ચે ટેલિફોનિકવાતચીત બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત શાંતિ સમયમાં ઓલમ્પિકને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

                  ટોકિયો ઓલમ્પિકને મોકૂફ રાખવા માટે આઈઓસી સમક્ષ અમે રજૂઆત કરી હતી અને આઇઓસીએ આના માટે તૈયારી દર્શાવી હતી. સંયુક્ત નિવેદનમાં મોડેથી જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માહિતીના આધાર પર આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તમામ બાબતોને ધ્યાનમાં લઇને હવે આ નિર્ણય લેવાયો છે. એથલીટો અને ઓલમ્પિક ગેમમાં સામેલ થનાર તમામ લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરાયો છે. 

(6:18 pm IST)