દેશ-વિદેશ
News of Wednesday, 25th March 2020

કોરોનના સંકટથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે અમેરિકાએ 2 લાખ ડોલર રાહત પેકેજની જાહેરાત કરી

નવી દિલ્હી: કોરોનાનાં સંકટથી અર્થવ્યસ્થાને બચાવવા માટે અમેરિકાએ 2 લાખ કરોડ ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી છે. અમેરિકી સંસદે તેને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર બાફ વિશ્વભરનાં શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેકસમાં જોરદાર તેજી જોવા મળી હતી.

અમેરિકામાં વ્હાઇટ હાઉસ અને સંસદના બંને પક્ષોના નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થાને 2 લાખ કરોડ ડોલરના રાહત પેકેજ આપવા અંગે સહમતી સધાઈ ગઈ હતી. આ પેકેજનો ઉદ્દેશ કર્મચારીઓ, કારોબારીઓ અને હેલ્થ સિસ્ટમને મજબૂત કરવાનો છે. વ્હાઇટ હાઉસના સહાયક એરિક ઉલેન્ડ દ્વારા જારી કરાયેલ નિવેદનમાં કહેવાયું છે કે અમે સફળ રહ્યાં. સમજુતી થઈ ગઈ છે. આ અભિતપૂર્વ આર્થિક રાહત પેકેજથી મોટાભાગનાં અમેરિકન નાગરિકોને સીધી ચુકવણી કરાશે.

(6:17 pm IST)