દેશ-વિદેશ
News of Wednesday, 25th March 2020

કેચિંગ -સ્કિલ સુધારવા વોર્નરે લીધો ટેનિસ બોલનો સહારો

ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શેર કર્યોઃ પોતે ટેનિસ બોલથી પ્રેકટીસ કરે છે અને તેની દીકરી ડ્રોઇંગ કરે છે

મેલર્બન,તા.૨૫: આખી દુનિયા અત્યારે કોરોના વાઇરસથી બચવા માટે સેલ્ફ આઇસોલેશન  કરી રહી છે એવામાં ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વોર્નર પોતે ઘરમાં આઇસોલેશન દરમ્યાન કેચિંગ -સ્કિલ સુધારી રહ્યો છે. પરિવાર સાથે સમય વિતારવવાની સાથે તે તેની પ્રેકિટસ પર પણ ફોકસ કરી રહ્યો છે. ડેવિડ વોર્નરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં તે ટેનિસના રેકેટ દ્વારા ટેનિસ બોલને દીવાલ પર ફટકારે છે. અને બોલ રિટર્ન થાય ત્યારે એક હાથ વડે એને કેચ કરી કેચિગની પ્રેકિટસ કરી રહ્યો છે.તેની બાજુમાં તેની દીકરી બેસીને દીવાલ પર ડ્રોઇંગ કરતી જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર લોન ટેનિસ રમતો પોતાનો એક વિડિયો અપલોડ કર્યો છે. જેમાં તેની દીકરી પણ બાજુમાં બેસીને પોતાની ગેમ રમી રહી છે. આ વિડિયો શેર કરીને વોર્નરે લખ્યું કે, 'એક હાથે કેચ પકડવાની પોતાની સ્કિલ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું યાદ રાખો સોફટ હેન્ડ.

(3:38 pm IST)