દેશ-વિદેશ
News of Tuesday, 3rd December 2019

'ઓલ જાપાન સ્ટુડન્ટ ઇંગ્લિશ કોન્ટેસ્ટ'માં ભારતનો ત્રિશિત વિજેતા

ટોકિયોઃ અમેરિકામાં વિવિધ સ્પર્ધામાં ભારતીય વિદ્યાર્થીઓ ઝળકતાં હોય છે. એ રીતે હવે જાપાનમાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે અને ઝળકી પણ રહ્યાં છે.

તાજેતરમાં યોજાયેલી ઓલ જાાપાન સ્ટુડન્ટ ઈંગ્લિશ પ્રેઝન્ટેશન કોન્ટેસ્ટમાં ભારતીય વિદ્યાર્થી ત્રિશિત બેનર્જી વિજેતા થયો હતો. જાપાનમાં આ સ્પર્ધા જીતનારો ત્રિશિત પ્રથમ ભારતીય વિદ્યાર્થી છે. અગાઉ કોઈ ભારતીય સ્ટુડન્ટને આવી સિદ્ઘી મળી નથી. ૧ાૃક ડિસેમ્બરે ટોકિયો ખાતે તેના પરિણામો જાહેર થયાં હતા.

આ સ્પર્ધામાં ફુકુશિમા પ્રાંતમાં કઈ રીતે પ્રવાસીઓને આકર્ષવા એ અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હતું. જાપાનની યુનિવર્સિટીઓમાં ભણતા ૭૯૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ ૩ રાઉન્ડમાં સ્પર્ધા યોજાઈ હતી.

સ્પર્ધાના અંતે ત્રિશિત વિજેતા જાહેર થયો હતો. ઈનામ તરીકે ત્રિશિતને ટ્રોફી, સર્ટિફિકેટ અને સૌથી મોટાં જાપાની અખબાર યોમુરી શિમ્બુનની વોશિંગ્ટન સ્થિત ઓફિસમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળી છે. ત્રિશિત ટોહુકુ યુનિવર્સિટીમાં ફાઈલન યર સાયન્સનો વિદ્યાર્થી છે.

(3:46 pm IST)