દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

૧.૨ કિલો વજન ધરાવતો ૫.૭ ઇંચનો આ કરચલો અધધધ ૩૨ લાખ રૂપિયામાં વેચાયો

ટોકીયો,તા.૯: જપાનના ટોટોરીમાં એક સ્નો ક્રેબ એટલે કે બર્ફીલા વિસ્તારમાં જોવા મળતો કરચલો ૪૬,૦૦૦ ડોલર એટલે કે અંદાજે ૩૨.૮૧ લાખ રૂપિયામાં વેચાયો હતો.

ટોટોરી પ્રિફેકચર ફિશરીઝ અસોસિએશને જણાવ્યા મુજબ ર.૭ પાઉન્ડ (આશરે ૧.૨૨ કિલો) વજન અને ૫.૭ ઇંચની છીપ ધરાવતો બર્ફીલો કાચબો મંગળવારે મચ્છીમારીની સીઝનની પહેલી જ ખેપમાં પકડાયો હતો અને પોર્ટ પરની સીઝનની પહેલી જ હરાજીમાં એ વેચાઈ ગયો હતો. અત્યાર સુધીનો આ દુનિયાનો સૌથી મોંદ્યો કરચલો મનાય છે.

કરચલો વેચતી કંપની કાનેમાસા હમાશિતા શોટને કરચલાની સૌથી ઊંચી ૪૬,૦૦૦ ડોલરની બોલી લગાવી હતી. આ અગાઉ આ જ સ્થળે યોજાયેલા ઓંકશનમાં કંપનીએ ૧૮,૩૦૦ ડોલર (અંદાજે ૧૩.૦૫ લાખ રૂપિયા)માં ખરીદી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. હરાજીમાં ખરીદવામાં આવેલો આ કરચલો ટોકયોના ગિન્ઝા શોપિંગ સેન્ટરમાં આવેલી રેસ્ટોરાંને વેચવામાં આવશે એમ કાચબો ખરીદનાર કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું.

(11:41 am IST)