દેશ-વિદેશ
News of Wednesday, 9th October 2019

પાકિસ્તાનમાં ડેંગ્યુનો પ્રકોપ: કરાંચીમાં 1100થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં હાલમાં ડેંગ્યુનો પ્રકોપ ખુબજ ચાલી રહ્યો છે અને તેના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી જવા પામ્યો છે પાકિસ્તાનના કરાચી શહેરમાં હાલમાં ડેન્ગ્યુના કારણે લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે  કરાંચીમાં ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના કારણે 1100થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની વાત સામે આવી છે.

              પાકિસ્તાનના સિંઘ પ્રાંતના ડેન્ગ્યુ નિયંત્રણ કાર્યક્રમના અબ્દુલ બાસિતે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મોટી  સંખ્યામાં ડેન્ગ્યુની ઘટના સામે આવી છે ડેન્ગ્યુનો ભોગ બનેલ લોકોને સારવાર અર્થે તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.

(6:18 pm IST)