દેશ-વિદેશ
News of Tuesday, 13th August 2019

ડીલીવરી બોયનો પાંચ મહિનાનો દીકરો પણ પિતા સાથે બાઇક પર આખુ શહેર ફરે છે

બૅન્ગકૉકમાં રહેતો ફૂડ ડિલિવરનું કામ કરતો પાનુવાત બાલ તેની પત્ની અને પાંચ મહિનાના દીકરા સાથે રહે છે. દીકરો ત્રણ મહિનાનો થયો એટલે પરિવારને આર્થિક ટેકો આપવા માટે પત્નીએ પણ કામ કરવાનું શરૂ કર્યું. એવા સમયે દીકરાને ક્યાં રાખવો? પત્ની કામે જાય ત્યારે ભાઈસાહેબ દીકરાની સાથે ઘરે રહેતા. જોકે નવરાશના સમયમાં તે દીકરાને બાઇક પર ફરવા લઈ ગયો અને જોયું તો દીકરાને બહુ મજા પડતી હતી. તેણે દીકરા માટે એક નાનું અને હલકુંફૂલકું હેલમેટ પણ ખરીદી લીધું અને દીકસને પોલ્યુશન માસ્ક પહેરાવીને પોતાની સાથે ફૂડ-ડિલિવરીના કામે સાથે લઈ જવાનું શરૂ કર્યું. અત્યારે પાંચ મહિનાના આ બાળકને પપ્પા સાથે બાઇક પર ફરવાની મજા પડી જાય છે. તે બાઇક પર એડવેન્ચર મૂડમાં હોય ત્યારના વિડિયો લઈને પિતાએ યુટયુબ ચેનલ પણ શરૂ કરી છે. લોકોને એ વિડિયોઝ બહુ પસંદ આવે છે, પણ હજી નાજુક ઉંમરના બાળકની સેફ્ટીનું બરાબર ધ્યાન રખાય છે કે નહીં એની ચિંતા પણ સોશ્યલ મીડિયા યુઝર્સ કરે છે.

(3:41 pm IST)