દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

બ્રિટનનો બિઝનેસમેન સોશિયલ મીડિયામાં છવાઈ ગયો

નવી દિલ્હી: બ્રિટનનો એક બિઝનેસમેન હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ છવાઈ ગયો છે મૈટ એવર્ડ નામનો આ શખ્સ સૌથી વધારે ઝડપી ઓટો રીક્ષા ચલાવવાનો વિશ્વરેકોર્ડ બનાવી ચુક્યો છે 46 વર્ષીય મૈટ એ ઓટો રિક્ષાને 119 કિમિ પ્રતિ કલાકની ઝડપથી ચલાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેમને આ રીક્ષામાં 18 લાખ રૂપિયા ખર્ચ કરીને 1300 સીસીનું પાવરફુલ એન્જીન લગાવ્યું હોવાની માહિતી મળી રહી છે.

(6:35 pm IST)