દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

તજના ફાયદા છે અનેક : બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છેઃ કોલેસ્ટ્રોલ ઘટાડે

એન્ટી એજીંગ અને એન્ટી એકસીડન્ટ પણ છે : ગુણોનો ભંડાર છે તજ

નવી દિલ્હી તા. ૧પ : તજ બ્લડ સુગરની વધઘટને રોકવામાં મદદ રૂપ થઇ શકે છે તેવી વિજ્ઞાનીઓને ઘણા સમયથી શંકા હતી પણ કેવી રીતે તે એક રહસ્ય જ બની રહ્યું હતું. તજ પર થયેલા કેટલાક અભ્યાસોમાં એવું કહેવાયું હતું કે તેની ખરેખર અસર થાય છે. જ્યારે કેટલાક અભ્યાસો તારણ પર નહોતા આવી શકયા.

અમેરિકન સોસાયટી ફોર બાયો કેમીસ્ટ્રી એન્ડ મોલેકયુલર બાયોલોજીની વાર્ષિક મીટીંગમાં રજુ થયેલ એક નવા રીસર્ચમાં કહેવાયુ હતું કે તે ખરેખર અસરકારક છે. અને તજ એ મેટાબોલીક પાવર હાઉસનું કામ કરે છે. રીસર્ચરો કહે છે કે બ્લડ સુગર કન્ટ્રોલ સીવાય પણ તજના બીજા અનેક ફાયદાઓ છે.

ઓહીયો નોર્ધર્ન યુનિવર્સિટીની રાબે કોલેજ એાફ ફાર્મસીના બાયો કેમીસ્ટ્રીના એસોસીયેટ પ્રોફેસર એમી સ્ટોકેર્ટ વર્ષોથી તજનો અભ્યાસ કરે છે. ર૦૧રમાં તેણીના રીસર્ચમાં જણાવાયું હતું કે ગોળીઓ લેનારાઓની સરખામણીએ તજનો ઉપયોગ કરનારા લોકોમાં ટાઇપ ટુ ડાયાબીટીસમાં વધારે ઘટાડો જોવા મળ્યો હતો.

તેણી કહે છે તજ લેવાનું બંધ કર્યા પછી પણ તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે. જે બતાવે છે કે તજની અસર શરીરમાંં કોષ કક્ષા સુધી થાય છે.

તેણીનો એક નવો રિસર્ચ જે પ્રકાશિત થવાનો બાકી છે, તે sirtuin-1 (સર્ટ-૧ તરીકે પણ ઓળખાય છે) ઇન્સ્યુલીન નિયંત્રણનુ કામ કરતુ એક પ્રોટીન છે તેમા પર કરાયો છે. તેણી કહે છે ''આપણે જાણીએ છીએ કે સર્ટ-૧ બીજા એક પ્રોટીન ઉપર કામ કરે છે. જે ગ્લુકોઝના ટ્રાન્સપોર્ટનું કામ કરે છે, જેનો મતલબ થાય કે સર્ટ-૧ ગ્લુકોઝ માટે ડી પ્લેયર છે.

વિજ્ઞાનીઓ જાણે છે કે રેડવાઇનમાંથી મળતું રેસ્વેરાટ્રોલ નામનું એન્ટી ઓકસીડેન્ટ સર્ટ-૧ ને કાર્યરત કરે છે રેસવેરાટ્રોલ એન્ટી એજીંગ અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ બને છે. તજમાં આજ પ્રકારનું ઘટક રીનોલ હોય છે જે સ્ટોકર્ટના મતે સર્ટ-૧ ઉપર એ જ રીતે કામ કરે છે. તેણીએ તથા તેના સાથીદારોએ તેનુ એક કોમ્પ્યુટર મોડલ બનાવ્યું અને પ્રયોગો દ્વારા શોધ્યું કે તજમાંં રહે ફીનોલ રેસ્વેરાટ્રોલ જેટલું જ, કેટલીક વાર તો તેનાથી પણ વધારે અસર પ્રોટીન પર કરે છેે.

સ્ટોકર્ટના જુના રિસચોમાં પણ જાણવા મળ્યું હતું કે જે લોકો રોજનું એક ગ્રામ તજ લે છે તે લોકોમાં દવાઓ લેતા લોકો કરતા બ્લડ સુગરમાં વધારે ઘટાડો જોવા મળ્યો હતો તેણી તો એમ પણ કહે છે. કે ૧ ગ્રામથી પણ ઓછી માત્રામાં એરલેકેરસોઇમાં આપણે તજ વાપરીએ તો પણ તેનો ફાયદો થાય છે.

તેણી કહે છે અમારા મોડેલમાં જાણવા મળ્યું તે પ્રમાણે જો તજ ખરેખર કામ કરતુ હોય તો એક ગ્રામની પણ જરૂર નથી અને તેનાથી એન્ટી એજીંગ, એન્ટી ઓકસીડન્ટ કન્ટ્રોલ અને બીજા અનેક મહત્વના આરોગ્ય વિષયક ફાયદાઓ મળી શકે છે.

(ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(11:10 am IST)