દેશ-વિદેશ
News of Thursday, 14th March 2019

લાગોસમાં એક ભવન ધ્વસ્ત થતા અફડાતફડી

નવી દિલ્હી: નાઇજીરિયામાં લાગોસમાં એક ભીડભાડવાળી જગ્યામા બુધવારના રોજ એક ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થતા અફડાતફડી મચી જવા પામી હતી આ ઘટનામાં ઘણાબધા શાળાના બાળકો સહીત મોટા લોકોને  ઇજા થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે  નાઈજિરિયાઈ સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે  લાગોસના ઇત્તફાજી ભવનમાં એક પ્રાથમિક વિદ્યાલય  હતું અને તેમાં આ ઘટના બની છે આ ઘટનામાં વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(6:06 pm IST)