દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

થાઇલેન્ડમાં બોગસ લગ્નનું કૌભાન્ડ ઝડપાયું :દસ ભારતીયોની ધરપકડ:20 હજુ પોલીસ પકડથી દૂર

ભારતીયોએ 24 થાઇ મહિલાઓ સાથે પૈસા આપી બોગસ લગ્ન કર્યાનો આરોપ

થાઇલેન્ડમાં બોગસ લગ્નનું એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આ ઘટનામાં દસ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. થાઇલેન્ડની પોલીસે લગ્નના બોગસ દસ્તાવેજો જમા કરાવવાના આરોપમાં દસ ભારતીય પુરુષો અને 24 થાઇ મહિલાઓની ધરપકડ કરી છે. થાઇલેન્ડ પોલીસ અનુસાર આ ઘટનામાં 20 ભારતીયો હજુ પોલીસ પકડથી બહાર છે.

  પોલીસ અનુસાર આરોપીઓએ જિલ્લા અધિકારી પાસે બોગસ દસ્તાવેજ રજુ કર્યાં જેથી કરી ત્યાંનું નાગરિકત્વ મળી જાય. આ ભારતીયોએ 24 થાઇ મહિલાઓ સાથે પૈસા આપી બોગસ લગ્ન કર્યા હતા

  થાઇલેન્ડના એક અધિકારી અનુસાર આ ઘટનામાં દસ ભારતીયો અને છ થાઇ મહિલાઓ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસ અનુસાર ભારતીય પુરુષોઓએ મહિલાઓ સાથે બોગસ લગ્ન કરવા માટે પાંચ હજાર ચુકવ્યાં હતા.

(11:15 am IST)