દેશ-વિદેશ
News of Friday, 9th November 2018

મેલબર્નમાં ચાકૂબાજે કરેલ હુમલામાં ઘણા લોકોને ગંભીર ઇજા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક ભયાનક ઘટના જોવા મળી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મેલબર્ન ભીડભાડ વાળા વિસ્તારમાં એક હુમલાખોરે ચાકુથી હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે જેમાં ઘણા લોકોને ગંભીર ઇજા પહોંચી છે તેમજ હુમલાખોરે પોલીસ પર પણ હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજા પહોંચાડી છે બાદમાં પોલીસે સળગતી કારની પાસે એક સંદિગ્ધની ધરપકડ કરી છે પેરામૅડિકસે ત્રણ લોકોને અવસર પર મેડિકલ સારવાર પણ આપી હતી જેમાં એકનું ગળું ખુબજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે અને તેની હાલત હાલમાં ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(3:08 pm IST)