News of Thursday, 8th November 2018
અમેરિકાની વચગાળાની ચૂટણીંમાં મૃત્યુ બાદ વેશ્યાલયના માલિકે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી
વેશ્યાલયના માલિક અને પૂર્વ રિયાલિટી ટીવી સ્ટાર ડેનિસ હૉફનો નેવાદામાં રેકોર્ડબ્રેક વિજય ;ત્રણ સપ્તાહ પહેલા નિધન થયું હતું
વૉશિંગ્ટનઃ અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં એવા ઉમેદવાર રેકોર્ડતોડ જીત હાંસલ કરી છે જે આ દુનિયામાં નથી અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં કેટલાય વેશ્યાલયના માલિક અને પૂર્વ રિયાલિટી ટીવી સ્ટાર ડેનિસ હૉફે અમેરિકી પ્રાંત નેવાદામાં રેકોર્ડતોડ જીત હાંસલ કરી છે.
72 વર્ષના ડેનિસ હૉફનું ત્રણ અઠવાડિયા પહેલા નિધન થયું હતું, પરંતુ એમનું નામ બેલેટ પેપર પરથી હટાવવામાં આવ્યું નહોતું. ડેનિસ હૉફને રિપબ્લિકન પાર્ટીએ ટિકિટ આપી હતી. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી વચગાળાની ચૂંટણીમાં સારું પ્રદર્શન ન કરી શકી.
(10:59 pm IST)