દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

ગરમીમાં પણ રહો સ્વસ્થ

ગરમીમાં સખત તાપ અને ગરમ હવાને કારણે અવાર નવાર અનેક સમસ્યાઓ જેવી કે, લૂ લાગવી, ડિહાઈડ્રેશન, સ્કિન પ્રોબ્લેમ, વગેરેનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે ડાઈટમાં એલ્કલાઈન ફૂડ સાથે હાઈડ્રેટ રાખવુ પણ ખૂબ જ જરૂરી છે. ગરમીમાં પણ તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા જાણી લો આ ઉપાય

ઉનાળામાં તરબૂચ, નાશપતી, સફરજન, પ્લમ અને કાકડીનું સેવન વધારે કરવુ જોઈએ. તેના સેવનથી તમારૂ શરીર અંદરથી ઠંડુ રહેશે અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.

ઉનાળામાં સમયસર ભોજન કરવુ જોઈએ. જો તમે બપોરના બદલે ગમે ત્યારે ભોજન લો છો તો તમને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે.

ઉનાળામાં ન્હાતા પહેલા તમારા શરીર ઉપર થોડુ નારિયેળનું તેલ લગાવવું. જેનાથી તમારા શરીરને ઠંડક મળશે. અને ત્વચા સંબંધી સમસ્યાથી પણ બચી શકાશે.

 

(10:01 am IST)