દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

હાઈ સોડીયમવાળો ખોરાક તમારા માટે હાનિકારક

ખોટી ખાણી પીણીના કારણે આજકાલ કેટલાય લોકો  અનેક બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. શરીરને સ્વસ્થ રાખવા માટે  કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, વિટામીન ડી, ખનિજ પદાર્થો ઉપરાંત સોડિયમ પણ ખૂબ જ જરૂરી છે. શરીરમાં સોડીયમની માત્રા વધતા સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો જાણી લો કઈ વસ્તુઓના સેવનથી શરીરમાં સોડીયમની માત્રા વધે છે.

પેક ફળ અને શાકભાજીનું સેવન ઓછામાં ઓછુ કરવું. તેમાં સોડીયમની માત્રા વધુ હોય છે. વધારે માત્રામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પડે છે.

પનીરમાં પણ સોડીયમની માત્રા વધારે હોય છે. તેનાથી બનેલ વસ્તુઓ પીઝા વગેરેનું વધારે માત્રામાં સેવન કરવુ તમારા માટે નુકશાનકારક સાબીત થઈ શકે છે. સી ફૂડના સેવનથી તમને હૃદય સંબંધી સમસ્યાથી બચી શકો છો. પણ શું તમે જાણો છો કે તેમાં સોડીયમની માત્રા વધુ હોય છે. વધારે માત્રામાં સી ફૂડનું સેવન તમારા માટે નુકશાનકારક સાબીત થઈ શકે છે. (૨૪.૩)

(10:00 am IST)