દેશ-વિદેશ
News of Saturday, 13th January 2018

ડાયાબિટીઝના દરદીઓ માટે અનોખાં બૂટ

ડાયાબિટીઝના દરદીઓને પગમાં ચીરા પડવા અને ઇન્ફેકશનનું જોખમ રહે છે વિશ્વાં આશરે ૪૨ કરોડ લોકોને ડાયાબિટીઝ છે અને એમાંથ દર ૩૦ સેકન્ડે એક વ્યકિતએ આવા ઇન્ફેકશનને કારણે પગ કપાવવો પડે છે એથી સેન્સોરિયા નામની કંપનીએ એવા બૂટ બનાવ્યા છે કે પહેરવાથી ડાયાબિટીક પેશન્ટના પગની તકેદારી રાખી શકાય છે અને પગમાં ઇન્ફેકશન થાય એ પહેલાં બચાવી શકાય છે. આ બૂટ લાસ વેગસમાં યોજાયેલા કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ શોમાં ગઇ કાલે રજૂ કરવામાં આવ્યા હતા.

(1:00 pm IST)