દેશ-વિદેશ
News of Saturday, 13th January 2018

ગ્લોબલ વોર્મિગથી આગામી વીસ વર્ષમાં નદીઓમાં પૂર વધી જશે

નવી દિલ્હી તા.૧૩: ગ્લોબલ વોર્મિગની અસરો હાલમાં દેખાઇ રહી છે એક તરફ રણમાં બરફવર્ષા થાય છે તો બીજી તરફ ધાર્યુ ન હોય એટલો વરસાદ પડે છે ત્યારે જર્મનીની પોટ્સડેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર કલાઇમેટ ઇમ્પેકટ રિસર્ચ દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે ૨૦૪૦ સુધીમાં અમેરિકા, ભારત, આફ્રિકા, ઇન્ડોનેશિયા અને યુરોપના કેટલાક દેશોની નદીઓમાં ભારે પૂર આવશે અને તેથી લાખો લોકો પ્રભાવિત થશે. આના લીધે હવે સરકારોએ નદીના કિનારે થતાં બાંધકામને રોકવા પડશે અને લોકોને નદીના પટથી દૂર ખસેડવા પડશે. જો આમ કરવામાં નહી આવે તો પૂરના કારણે થતી જાનહાનિમાં પુષ્કળ વધારો થશે.(૧.૩)

 

(11:55 am IST)