દેશ-વિદેશ
News of Wednesday, 20th November 2019

ઓએમજી.....બ્રિટનની યુનિવર્સીટીમાં ઇમોજીને કોર્સમાં સમાવવામાં આવી: હવે તે થશે ભવિષ્યની ઓછા શબ્દોવાળી ભાષા

નવી દિલ્હી: બ્રિટનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોર્સમાં હવે ઇમોજી પણ ભણાવાશે. કિંગ્સ કોલેજ, એડિનબર્ગ અને કાર્ડિફ સહિતની તમામ યુનિવર્સિટીના ભાષા, માર્કેટિંગ, મનોવિજ્ઞાન અને રાજનીતિના અભ્યાસક્રમમાં ઇમોજી અને કાર્ટુન સામેલ કરાયા છે. લાગણી દર્શાવવા માટે હવે દુનિયાભરમાં શબ્દો કરતા વધુ ઇમોજીનો ઉપયોગ થવા માંડ્યો છે. તજજ્ઞો કહે છે કે ઇમોજી હવે ભવિષ્યની ભાષા બનવા જઈ રહી છે. લોકો હવે શબ્દોની ઓછી પસંદગી કરે છે અને ઇમોજીના માધ્યમથી લાગણી વ્યક્ત કરવાનું પસંદ કરી રહ્યાં છે.

 

                           બ્રિટનની ઓપન યુનિવર્સિટીના ભાષા વિભાગના વડા ડૉ. ફિલિપ સાર્જન્ટ કહે છે કે ઇમોજીની લોકપ્રિયતાનો ખ્યાલ એ વાત પરથી આવી શકે છે કે લોકો હવે દુ:ખ વ્યક્ત કરવા પણ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. હાલમાં ઝીમ્બાબ્વેના લોકપ્રિય નેતા રોબર્ટ મુગાબેનું અવસાન થયું ત્યારે તેમના પુત્રએ ઇમોજી પોસ્ટ કરી હતી. હવે લોકો લખવાનું પસંદ કરતા નથી. રાજકારણની વાત હોય કે સામાજિક મુદ્દે દરેક વિષય પર ઇમોજી બની છે અને લોકો ઝડપથી તેનો ઉપયોગ કરવા માંડ્યા છે.

(6:27 pm IST)