દેશ-વિદેશ
News of Wednesday, 20th November 2019

અફઘાનિસ્તાનમાં હેલીકૉપટર દુર્ઘટનામાં બે અમેરિકી સૈનિકો મોતને ભેટ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં એક હેલીકૉપટર દુર્ઘટનામાં અમેરિકાના બે સૈન્યકર્મીઓના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી બળોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હેલીકૉપટર દુર્ઘટના થવાના કારણની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક  તપાસમાં હજુ સુધી કોઈ સંકેત મળી રહ્યા નથી કે આ દુર્ઘટના દુશમનોના હુમલાથી થઇ છે. હાલમાં તેની તપાસ ચાલી રહી છે.

(6:24 pm IST)