દેશ-વિદેશ
News of Wednesday, 20th November 2019

આર્જેટીનામાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: આર્જેટીનાના મધ્ય વિસ્તારમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ભૂવૈજ્ઞાનિક વિભાગે બુધવારના રોજ જણાવ્યું છે કે સ્થાનિક સમયાનુસાર મંગળવારના રોજ રાત્રીના લગભગ 11 વાગ્યાને દસ મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

             આ ભૂકંપનું કેન્દ્ર સેન લુઈસ વિસ્તારના દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં જમીનની અંદરથી 14 કિલોમીટરની ઊંડાઈમાં હતું તેમને જણાવ્યું છે કે ભૂકંપના જટકાના કારણોસર હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત  થઇ રહ્યા નથી.

(6:23 pm IST)