દેશ-વિદેશ
News of Wednesday, 20th November 2019

બાળકીની મમ્મી ઘરે ના હોવાથી પિતાએ કરાવ્યું બ્રેસ્ટફીડિંગ, વાયરલ થયો વિડીયો

અત્યાર સુધીમાં ૪૭ લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે, ઘણા લોકોએ આ વિડીયો જોયા પછી પિતાના વખાણ કર્યા છે

નવી દિલ્હી, તા.૨૦:  સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક પોતાની દીકરીને છાતીસરસી ચાંપીને 'બ્રેસ્ટફીડિંગ'કરાવ્યું. એક ટ્વિટર અકાઉન્ટ પરથી ૧૭ નવેમ્બરે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં ૪૭ લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે. ઘણા લોકોએ આ વિડીયો જોયા પછી પિતાના વખાણ કર્યા છે.

ટ્વિટર યૂઝર @_SJPeace_ (StanceGrounded) દ્વારા ૮ સેકંડનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતાં લખ્યું, 'બાળકની મમ્મી ઘરે નહોતી અને તે બોટલથી દૂધ પીવા નહોતી માગતી. એટલે તેને છેતરવી પડી. આ એટલું રમૂજી છે કે મારી આંખમાં આંસુ આવી ગયા. ડેડ ઓફ ધ યર

વિડીયોમાં જોઈ શકો છો કે પિતાએ પોતાની દીકરીને છાતીસરસી ચાંપી છે અને શર્ટની અંદરથી બોટલ દ્વારા દૂધ પીવડાવી રહ્યા છે. કારણકે દીકરી બોટલથી દૂધ પીવાની ના પાડતી હતી. જો કે, આ વિડીયો કયાંનો છે તે વિશે વધુ જાણકારી સામે આવી નથી.

આ વિડીયો વાયરલ થતાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યકિતએ લખ્યું, મને આ રીત ગમી છે. બાળકી માટે પિતાનો પ્રેમ છે. શુદ્ઘ પ્રેમ. શેર કરવા માટે આભાર. તો બીજા એક યૂઝરે લખ્યું, 'મહિલાઓને આ જ પ્રકારની સહાયની જરૂર છે. બધા લોકો નોંધી લો.' તો કેટલાકે કહ્યું કે, દીકરી માતા અને પિતાના સ્તનપાન વચ્ચેનું અંતર સમજી ગઈ છે. તેમ છતાં તેણે દૂધ પીવાનું ચાલુ રાખ્યું છે.

(3:43 pm IST)