દેશ-વિદેશ
News of Wednesday, 20th November 2019

પ્રિન્સેસ ડાયનાએ વાઇટ હાઉસમાં પહેરેલું આ ગાઉન ઓકશનમાં વેચાવા નીકળ્યું, સાડા ત્રણ કરોડ રૂપિયાની કિંમત

પ્રિન્સેસ ડાયનાનું નેવી બ્લુ કલરનું એક ખાસ ગાઉન ઓકશનમાં વેચાવા નીકળ્યું છે. ડાયનાએ વાઇટ હાઉસમાં એ પહેરેલું. વિકટર એડેલસ્ટેઇનનું આ ગાઉન પહેરીને તેણે વાઇટ હાઉસમાં હોલીવુડ એકટર જોન ટ્રેવોલ્ટા સાથે ડાન્સ પણ કર્યો હતો. લંડનના કેરી ટેલર ઓકશન હાઉસસે આ ગાઉન વેચાવા મૂકયું છે અને અંદાજિત રકમ દોઢથી સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી આંકી છે. નેવી બ્લુ ગાઉન પ્રિન્સેસ ડાયનાને બહુ પ્યારૃં હતું. વાઇટ હાઉસ બાદ તેમણે બીજા ત્રણ પ્રસંગોમાં એ જ ગાઉન પહેરેલું. આ ગાઉન વેચાવાથી જે રૂપિયા મળશે એ ચેરિટીમાં વાપરવામાં આવશે.

(11:48 am IST)