દેશ-વિદેશ
News of Tuesday, 20th November 2018

હવે ઈન્સ્ટાગ્રામે ફર્જી લાઈક્સ અને ફૉલોઅર્સને હટાવવાનો નિર્ણય કર્યો

થર્ડ પાર્ટી એપ દ્વારા આવેલા ફેક લાઈક્સ અને ફૉલોઅર્સ ખત્મ થઈ જશે

ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ સાઇટ ઈન્સ્ટાગ્રામે પોતાના યૂઝર્સને ઝાટકો આપવાનો નિર્ણય લીધો છે. ઈન્સ્ટાગ્રામના આ નિર્ણય બાદ તમારા ફૉલોઅર્સ અને પોસ્ટ લાઈક્સમાં પણ એકાએક ઘટાડો થયો છે. ખરેખર, ઈન્સ્ટાગ્રામે ફર્જી લાઈક્સ અને ફૉલોઅર્સને હટાવવાનો નિર્ણય કર્યો છે.

ઈન્સ્ટાગ્રામના આ નિર્ણય બાદ તમારા એકાઉન્ટ પર કોઈ થર્ડ પાર્ટી એપ દ્વારા આવેલા ફેક લાઈક્સ અને ફૉલોઅર્સ ખત્મ થઈ જશે. કંપનીએ પોતાની પૉલિસીમાં ફેરફાર કરીને કહ્યું છે કે ફેક લાઈક્સ અને ફૉલોઅર્સને વધારનારા થર્ડ પાર્ટી એપ કંપનીના નિયમોનું પાલન કરતી નથી.

ફેક લાઈક્સ અને ફૉલોઅર્સને હટાવવા માટે કંપની મશીન લર્નિગ ટેકનિકનો ઉપયોગ કરશે. સાથે જ કંપનીએ પોતાના યૂઝર્સને પાસવર્ડ બદલવાની પણ સલાહ આપી દીધી છે. કંપનીએ સિક્યોરિટીને લઈને પાસવર્ડ બદલવાનું કહ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં દુનિયાભરના તમામ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સના ફૉલોઅર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળશે.

(8:35 pm IST)