દેશ-વિદેશ
News of Tuesday, 20th November 2018

હવે યુ-ટયૂબ પર મફતમાં જોઇ શકાશે નવી ફિલ્‍મ્‍સ!

મુંબઇ તા. ૨૦ : સોશિયલ મીડિયામાં વીડિયો જોવા માટે યુ ટ્‍યૂબ ખૂબ જ ફેમસ સાઈટ છે. યુ ટ્‍યૂબ પર ઢગલાબંધ વીડિયો છે. જેમાં અનેક મફતમાં જોઈ શકાય છે તો કેટલાક વીડિયો જોવા માટે તમારે રુપિયા પણ ચૂકવવા પડે છે. અત્‍યાર સુધી તમારે યુ ટ્‍યુબ પર નવી ફિલ્‍મ જોવા માટે રુપિયા ચૂકવવા પડતાં હતાં. જોકે, હવે યુ ટ્‍યૂબ પોતાના એક ફીચરમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેનાથી ફિલ્‍મ્‍સ મફતમાં જોઈ શકાશે.

સામાન્‍ય રીતે યુ ટ્‍યૂબ પર ફિલ્‍મ જોવાના બે ઓપ્‍શન મળે છે. એકમાં તમે ફિલ્‍મ રેન્‍ટ પર જોઈ શકો છો. જોકે, આ ઓપ્‍શનમાં તમારે સમયમર્યાદામાં ફિલ્‍મ પૂરી કરવાની હોય છે જયારે બીજા ઓપ્‍શનમાં તમે ખરીદી શકો છો. યુ ટ્‍યૂબ પર તમે જે ફિલ્‍મ મફતમાં જોઈ શકો છો તે સામાન્‍ય રીતે જૂની હોય છે.

હવે YouTubeમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. કંપની નવું ફીચર લાવી રહી છે. જે હેઠળ તમે તદ્દન મફતમાં જ પિક્‍ચર જોઈ શકશો. આ ફીચર ફ્રી ટૂ વોચ કહેવાશે. મફત દર્શાવાતી આ ફિલ્‍મમાં તમને જાહેરાત બતાવવામાં આવશે. જોકે ગૂગલે અત્‍યાર સુધીમાં એ સ્‍પષ્ટ નથી કર્યું કે ફિલ્‍મમાં કેટલી જાહેરાત હશે તેમજ તેની ફ્રિકવન્‍સી શું હશે.

એક રિપોર્ટ અનુસાર ફ્રી જોવા મળતાં ફિલ્‍મ્‍સમાં પોપઅપ એડ્‍સ દર્શાવાશે. જે ફિલ્‍મ દરમિયાન થોડા થોડા સમયે વચ્‍ચે આવશે. આ ફીચરને કંપનીએ ઓક્‍ટોબરમાં શરુ કર્યું હતું. આ ફીચર માટે કેલિફોર્નિયા બેઝ્‍ડ કંપનીએ હોલિવૂડ સ્‍ટૂડિયોઝ સાથે પાર્ટનરશિપ કરી છે. આ લિસ્‍ટમાં હાલ ૧૦૦ ફિલ્‍મ્‍સ છે.

આ ફિલ્‍મ્‍સમાં ‘ધ ટર્મિનેટર', ‘હૈકર્સ' તેમજ ‘રોકી સીરિઝ'ની ફિલ્‍મ્‍સ છે. આ લિસ્‍ટમાં બોલિવૂડની ફિલ્‍મ્‍સ નથી પરંતુ ભવિષ્‍યમાં બોલિવૂડની ફિલ્‍મ્‍સનો પણ સમાવેશ થશે એવું લાગી રહ્યું છે. યુ ટ્‍યૂબના પ્રોડક્‍ટ મેનેજમેન્‍ટ ડિરેક્‍ટર રોહિત ધવને જણાવ્‍યું હતું કે કંપનીએ નવું ફીચર જાહેરાત અને યૂઝર્સ બન્નેના હિતને ધ્‍યાનમાં રાખીને તૈયાર કર્યું છે. આ બન્ને માટે ફાયદાકારક રહેશે. યુઝર્સને ફ્રીમાં ફિલ્‍મ્‍સ જોવા મળશે અને જાહેરાત પણ દર્શાવાશે

(10:38 am IST)