દેશ-વિદેશ
News of Saturday, 20th October 2018

ચીને દુનિયાના સૌથી મોટા માનવરહિત ડ્રોનનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી:દુનિયાના સૌથી મોટા માનવરહિત ડ્રોનનું ચીન દ્વારા હાલમાં જ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.આ ડ્રોન દોઢ ટનસુધીનો વજન ઉપાડી શકે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રોન ફીહોંગ-૯૮નું નિર્માણ ચાઈના એકેડમી ઓફ એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવ્યું છે. મંગળવારે આ ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ અનુસાર આ ડ્રોન ૪૫૦૦ મીટર સુધીની ઉંચાઈ સુધી ઉડી શકે છે અને તેની સ્પીડ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાક છે. જેની સ્પીડ ૧૨૦૦ કિલોમીટર સુધી વધી શકે છે. આ ડ્રોન બનાવતી વખતે હાલની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચીન માનવરહિત ટેક્નોલોજીમાં વધારે આગળ વધી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ચીને પ્રથમ વાર એક સાથે હાઇપરસોનિક વિમાનના ત્રણ મોડલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ હાઇપરસોનિક વિમાનની ઇરછા મુજબ સ્પીડ વધારી અને ઘટાડી શકાય છે.

(5:43 pm IST)