News of Saturday, 20th October 2018
આલે..લે.. ભારે કરી હો!!
. તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.
. સૂરજ જયારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.
. થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.
. હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.
. શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાઘ બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.
(10:01 am IST)