દેશ-વિદેશ
News of Friday, 20th September 2019

ઓએમજી......આ છે દુનિયાનું સૌથી ખતરનાક લેપટોપ : નીલામી થઇ 9 કરોડ રૂપિયામાં

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્કમાં એક લેપટોપની નીલામી થઇ છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ લેપટોપ કોઈ સામાન્ય ડિવાઇસ નથી પરંતુ  વિશ્વને લગભગ 6.64 કરોડનું નુકશાન પહોંચાડી ચૂકેલ ખતરનાક ડીઝીટલ વાયરસોથી ભરેલ છે. એટલું જ થી આ લેપટોપમાં એવા વાયરસ છે  જેનાથી 74 દેશોના કોમ્પ્યુટર્સ બેકાર થઇ ચુક્યા છે.

       આ ખતરનાક  લેપટોપની નીલામી થઇ છે અને તેની કિંમત જાણીને સહુ કોઈને અચરજ લાગી જાય તેવી છે નિલામીમાં  આ લેપટોપની  કિંમત લગભગ 10 લાખ પાઉંડ એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયા આંકવામાં આવી છે ઇન્ટરનેટ કલાકાર ગુઓ ઓ ડોંગે સાયબર સિક્યોરિટી કંપની ડીપ ઇન્સ્ટિકન્ટ સાથે મળીને તેને બનાવવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:58 pm IST)