દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

અમેરિકામાં કંપનીમાં ફાયરિંગ થતા ત્રણને ગંભીર ઇજા

નવી દિલ્હી: અમેરિકા - અમેરિકાના રાજ્ય વિસ્કોન્સિનમાં બુધવારે ફાયરિંગની એક ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. શિકાગો ટ્રિબ્યુન વેબસાઇટ રિપોર્ટ અનુસાર , આ હુમલો બુધવારે વિસ્કોન્સિનની રાજધાની મેડિસન નજીક મિડલટન શહેરની એક સોફ્ટવેર કંપનીમાં થયો. પોલીસની જવાબી કાર્યવાહીમાં સંદિગ્ધ હુમલાખોરનું મોત થયું છે. મિડલટન પોલીસ ચક ફોલ્કેના જણાવ્યા અનુસાર , બુધવારે સવારે 10.25 વાગ્યે (સ્થાનિક સમય) સોફ્ટવેર કંપની ડબલ્યુટીએસ પેરડાઇમ પર હુમલો થયો. ઇમારતમાં હાલ કોઇ સંદિગ્ધ વ્યક્તિ નથી. 

(4:55 pm IST)