દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

અમેરિકામાં જુદી-જુદી જગ્યાએ થયેલ બે ફાયરિંગમાં એકનું મોત: સાતને ઇજા

નવી દિલ્હી: બે અમેરિકી રાજ્ય પેન્સિલ્વાનિયા અને મિડલ્ટનમાં બંદૂકધારી હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે અને કુલ સાત લોકોને ગંભીર ઈજા થઈ છે અને સ્થાનિક પોલીસે બંને ઘટનામાં હુમલાખોરોને ઠાર માર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્સિલ્વાનિયાના પીટ્સબર્ગની એક કોર્ટ બહાર બંદૂકધારીએ ઓચિંતું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ગનમેન ઘરેલુ હિંસાના કેસની સુનાવણી માટે કોર્ટમાં આવ્યો હતો. તે બિલ્ડિંગની લોબીમાં આવ્યો હતો અને એક હેન્ડગનમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

(4:54 pm IST)